Tuesday, February 20, 2024

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર

Monday, February 19, 2024

Punyatithi Message 67

પ્રેરણાદાયી પંચામૃત જીવનમાં સ્નેહ, સદ્ભાવ અને સંસ્કારોના શિલાલેખ બનાવી, કુટુંબ અને સમાજમાં સ્નેહલ સબંધો`દ્વારા દિવ્યતાની અખંડ જ્યોત જગાવી સૌ કોઈને મીઠા આવકારો આપનાર એવા અમારા પ્રેરણા મૂર્તિને ભીની આંખે, કોટિ કોટિ વંદન....

Punyatithi Message 66

સારા કર્મોની સુગંધ સદાય રહેશે, દેહ ભલે અદ્રશ્ય થયો પરંતુ તમારી યદ અમારી સાથે રહેશે, તમારા વિના અમારી જીંદગી ની હર ખુશી અધુરી લાગે છે. કોણ કહે છે કે તમે નથી રહ્યા અમારા નામ પાછળ નામમાં, અમારી નસ નસ માં વહેતા લોહી માં અને અમારી આંખના આંસુ માં આપ આજે પણ છો ! તમારી ખોટ જગત માં કોઈ પુરી કરી શકે નહીં, તમારા દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ અર્પે એને પ્રાર્થના.... !!
અસીમ હતા, બન્યા અનંત, હવે રહેશો, સ્મૃતિ ઓમાં જીવંત

Punyatithi Message 62


હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. જેને આપણે ચાહીએ છીએ તે ક્યારેય જતા નથી; તેઓ આપણા હૃદયમાં રહે છે.આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે તમે હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા. તમને ક્યારેય ભૂલી નહીં શકાય. 

🙏ભગવાન તમારી પવિત્ર અને દિવ્ય આત્માને શાંતિ આપે🙏

Punyatithi Message 63

સતત અડગ પરિશ્રમ, નિસ્વાર્થ ભાવે
સમાજના તમામ વર્ગને સાથે રાખીને શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેલું આપનું પ્રેરણાદાયક જીવન અનેક માટે સેવા અને સમર્પણભાવ જગાડનાર રહેલ છે. આપની સાહસિકતા, પ્રબળ નિશ્ચય, નૈતિકતા તથા સામાજીક મુલ્યો સાથે આપે પ્રગટાવેલ સમાજ સેવાના શ્રમયજ્ઞ ને જાળવી રાખી વિકાસ કરવો એજ શ્રદ્ધાંજલિ આપના ચરણોમાં હાર્દિક વંદન

Punyatithi Message 64

સર્વત્ર ફેલાવી સુવાસ, સંભારણા સૌનાં દિલમાં રાખી ગયા; વ્યવહારો- સંસ્કારોનું સિંચન કરી, યાદોને ખજાનો બનાવી ગયા. યાદ રાખીશું હમેશાં અમે, કરીશું બે હાથથી થાય તેટલુ... મન, વચન અને કર્મથી કોઈનું ન થાય ખરાબ, શ્વાસે શ્વાસે સાથે છો, પ્રત્યેક પ્રગતિ પથ પર... પ્રેરણાદાયી સ્ત્રોત એવા હ્રદયરથ અ.સૌ.હર્ષાબેન બી, શાહ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ એ સાદર ભાવાંજલિ

Punyatithi Message 65

જીંદગી જીવતા શીખવ્યું એમણે, એકબીજા ના થઈ રહેતા જ શીખવ્યું, સાચુ શું ? ખોટું શું ? ની સમજ આપી એમણે, સદાય એકજુટ રહેતા શીખવાડી ગયા તેઓ, કદી કોઈ ફરિયાદ નહી કે ગિલાસીકવા ? બસ હંમેશા હસતા મોઢે સહુને આવકાર્યા, જીંદગી એ સોંપેલી હરેક ફરજ નિભાવી તમોએ, જીંદગી જીવવાની કળામાં અવ્વલ નંબરે રહ્યા તમે, જીવ્યા ત્યાં સુધી સહુંના થઈને પોતાના કર્યા, જતા જતા કાંટાળી રાહને સુનેહરી કરી ગયા તમો, તમોએ મૌન રહીને સહુંને આપી સાચી શીખ, આપની વસમી વિદાયએ અમ સહું નાદાનના હૃદય કર્યા બેહાલ. આપ અમારી વચ્ચેથી વિદાય થયા છો પણ અમારા હૃદયમાં ખુબ જ ગહેરી છાપ છોડીને અમર થઈ ચુક્યા છો !!!

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર